ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી જ્યાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે તે કર્ણાટક રાજ્યમાં આ વખતે શેરડીના પાકના સારા ચિત્ર સામે આવ્યા છે.છેલ્લા ત્રણ વર્ષમાં પેહેલી વખત સમયસર અને સારા વરસાદને કારણે પાક સારો જોવા મળી રહ્યો છે.સાથોસાથ શેરડીની મીઠાસ પણ વધારે હોવાનું જાણવા મળે છે. અને આબધા ફેક્ટરને કારણે આગામી દિવસોમાં ખાંડના ભાવમાં ઘટાડો લાવી શકે છે.
ખાંડના વિકાસ અને ખાંડના ડિરેક્ટરના કમિશનર, એમ.એ. અજય નાગભૂષણ જણાવ્યું હતું કે આ વખતે સમયસર અને યોગ્ય વરસાદને કારણે શેરડીનો પાક તેની ગુણવત્તા બંને સારા છે.
આ વખતે કર્ણાટક રાજ્યમાં,4.4 લાખ હેકટર જમીન આ વર્ષે શેરડીના ઉત્પાદન હેઠળ હતી, જે ગયા વર્ષેની સરખામણીમાં 40,000 હેક્ટર વધારે છે.
પાક ઉત્પાદનમાં એકર દીઠ સરેરાશ 10% નો વધારો પણ થાય છે. આનો અર્થ એ છે કે આ સમયે શેરડીનું ઉત્પાદન વધુ છે. ઉપરાંત, ગયા વર્ષનો સ્ટોક હજુ પડ્યો છે તેમાં આ વર્ષનો સ્ટોક તેમાં ઉમેરાશે. એટલે ખાંડના ભાવ ઘટી પણ શકે છે જોકે આખરી નિર્ણય હજુ સરકાર લેશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે, શેરડીની મીઠાસ ભૌગોલિક સ્થાન પર આધારિત છે. સારા પાક માટે મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી અને કર્ણાટકના બેલાગવી આદર્શ સ્થાનો છે. સાથોસાથ જમીનની સ્થિતિ, પાણી,તાપમાન અને સૂર્યપ્રકાશને કારણે પણ શેરડીની મીઠાસ વધતી હોઈ છે તેમ નાગભૂષણે જણાવ્યું હતું .વિભાગના સહાયક કમિશનર પ્રકાશ રાવે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં વરસાદ સારો હોવાથી શેરડીના ઉત્પાદન સારો રહ્યા છે.પરંતુ ઉત્તરપૂર્વીય ચોમાસું નિષ્ફળ રહ્યું હોવાથી આ આગામી પાક ચક્ર પર અસર કરી શકે છે. આ વર્ષે, વરસાદ ઓછો હોવા છતાં ઉત્તર કર્ણાટકમાં પાક યોગ્ય હોવાનું તેમણે સમજાવ્યું હતું.
સુગરકેર ગ્રોવર્સ એસોસિએશનના અધ્યક્ષ કુરુબુરુ શાંતકુમારએ કહ્યું કે શેરડીનો પાક સમયસર માર્કેટમાં પહોંચી ગયો છે અને ખેડૂતો ખુશ છે કારણ કે ઉપજ સારી છે.નિજલિંગપ્પા સુગર ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર, રાયપ્પા ખંડાગવે જણાવ્યું હતું કે રાજ્યમાં 2017-18 માં 40 લાખ ટન શેરડી ક્રશ કરી નાખવામાં આવી હતી.શેરડીનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટર 80-100 ટન છે જે આ વખતે વધી શકે તેમ છે.