સરકાર તરફથી લાઇસન્સ અને મંજૂરી મળી જતા સિંભોલી સુગર્સ દ્વારા માત્ર એક જ સપ્તાહની અંદર હેન્ડ સેનિટાઇઝર અને જંતુનાશક દવાઓની પ્રથમ બેચનું ઉત્પાદન શરુ કર્યું છે.
એક સ્ટેટમેન્ટમાં કંપનીએ જણાવ્યું છે કે કંપની હાલ દર મહિને 1 લાખ બોટલ સુધી ઉત્પાદન લઇ જવા માટે પ્રયત્નશીલ છે.અને સેનિટાઇઝર ગ્રામ્ય પ્રજા સુધી પણ પહોંચે તે માટે એકદમ કિફાયતી દરે બનાવની નેમ ધરાવે છે.
કંપનીએ હાલ હેન્ડ સેનિટાઇઝર અને જંતુનાશક દવાઓ બનવાનું ચાલુ કર્યું છે જે વર્તમાન સમયમાં કોરોનની ફાઇટ સામે સૌથી મહત્વનું છે.ઉત્તર પ્રદેશ સરકારે પણ કોરોના ને ફેલાવતો અટકાવ માટેના પ્રયત્ન શરુ કાર્ય છે તેના ભાગ રૂપે આ પ્રોડક્શન ચાલુ કરવામાં આવ્યું છે.
સરકારે પણ તુરંત જ આ આપ્રોજેક્ટને મંજૂરી આપી દીધી અને તેને કારણે ઉત્પાદન વહેલું શરુ કરવામાં પણ મદદ મળી છે.
સિંભોલીકંપની દ્વારા હેન્ડ સેનિટાઇઝરનો પ્રથમ જથ્થો જે ઉત્પાદિત કરવામાં આવ્યો તે શરદીના ખેડૂતોને ડોનેટ કરી દેવામાં આવ્યો હતો.કંપનીએ હેન્ડ સેનિટાઇઝર અને જંતુનાશક દવા માટે “ટ્રસ્ટ” બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવાનું નક્કી કર્યું છે અને માત્ર શેરડીના ખેડૂતો કે ઉત્તર પ્રદેશમાં જ નહિ પરંતુ સમ્રગ ભારતમાં તેનું બ્રાન્ડિંગ કરવાનું કંપનીએ નક્કી કર્યું છે.