કોરોનાથી એક દિવસમાં 84 લોકો મોટ નિપજ્યા બાદ પછી, દેશમાં હવે મૃતકોની કુલ સંખ્યા વધીને 1,55,080 થઈ ગઈ છે. જ્યારે રવિવારે એક જ દિવસમાં 78 લોકોનાં મોત થયાં હતાં. રવિવારની તુલનામાં સોમવારે મૃતકોના કેસોમાં વધારો થયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 11,904 દર્દીઓ સાજા થયા છે. આ વખતે સાજા થનાર અને ચેપગ્રસ્ત દર્દીઓની દૈનિક સંખ્યામાં ખૂબ જ ઓછા તફાવત છે. રવિવારે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સાજા દર્દીઓ કરતા વધારે હતી. સોમવારે આ આંકડો પણ બહુ જ નજીક રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 11,904 દર્દીઓ સામાન્ય પરત આવ્યા પછી કોવિડ -19 માંથી સાજા થતાં કુલ લોકોની સંખ્યા 1,05,34,505 પર પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં 1,48,609 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘણા દિવસોથી કોરોનાના સક્રિય કેસ બે લાખથી પણ ઓછા થઈ રહ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 58,12,362 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.