ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કેટલાક રાજ્યોમાં રિકવરી રેતમાં મોટો સુધારો આવતા ભારતમાં દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે. નવા કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસની વાત કરીએ તો હેલ્થ મિનિસ્ટ્રીએ જે આંકડા આપ્યા છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા દર્દીઓની સંખ્યા 22.889 જેટલી નોંધાઈ છે. જયારે સાજા થનાર દર્દીઓની સંખ્યા ફરી 30,000 ને પાર જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,087 દર્દીઓ સંપૂર્ણ સાજા થઈને પોતાના ઘેર ગયા છે .એટલે ભારતમાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 95,20,827 સુધી પહોંચી ગઈ છે જયારે ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 99.79,447 છે.
વધી 31,097 જેટલા દર્દીઓ રિકવર થતા હવે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 3,13,881 જેટલી રહેવા પામી છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ 338 મોત પણ નિપજ્યા હતા. હાલ ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,44,789 સુધી પહોંચી છે.