ભારતમાં કોરોના કેસની સંખ્યા આજે ફરી થોડી વધી હતી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,792 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ કેસ ફરી એક વખત કેરાલામાં જોવા મળ્યા હતા. ગઈકાલે કેરાલામાં 14,000 થી પણ વધારે કેસ નોંધાયા હતા જે ભારતના કુલ કેસના 40% કેસ છે.
ભારતમાં નોંધાયેલા નવા 38,792 કેસ બાદ ભારતમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,09,46,074 પર પહોંચી ગઈ છે. જોકે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ગઈકાલે ભારતમાં 41,000 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ સાથે ભારતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,01,04,720 પર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 41,000 દર્દીઓ રિકવર થતા ભારતમાં ધીમે ધીમે એક્ટિવ કેસનું ભારણ પણ ઘટી રહ્યું છે. હાલ ભારતમાં 4,29,946 દર્દીઓ સારવાર હેઠળ છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં મૃત્યુની સંખ્યા પણ થોડી ઘાઈ હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડામાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 624 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે ભારતમાં ફૂલ મૃતકોની સંખ્યા વધીને 4,11,408 પર જોવા મળી રહી છે ગઈકાલે ભારતમાં 37,14,441 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ભારતમાં કુલ 38,76,97,935 ડોઝ આપવામાં આવ્યા છે .