ઉત્તર પ્રદેશના મુખ્ય મમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતોને શેરડીના પાકને બદલે હવે અન્ય પાક અને શાકભાજી ઉગાડવાનું સૂચન કર્યું હતું પણ તે સૂચન ઘણું મોડું આવ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.
કેન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે જે આંકડા આવ્યા છે તે મુજબ ઉત્તર પ્રદેશમાં પીલાણની સીઝન શરુ થવાને હજુ એક મહિનો છે ત્યારે શેરડીના વાવેતરના એરિયામાં 18%નો અને શેરડીના પાકમાં 10% નો વધારો જોવા મળશે.
બુધવારે યોગી આદિત્યનાથે દિલ્હી સહારનપુર હાઈવેના ભૂમિ પૂજન કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે હવે ખેડૂતોએ શેરડીને બદલે શાકભાજી તરફથી ખેતીમાં પણ વળવું જોઈએ
શેરડીના પાક અને આંકડાની વાત કરીએ તો 2016-17માં 23 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2017-18માં 27 લાખ હેક્ટરમાં પહોંચ્યું હતું। એટલે એક જ વર્ષમાં 4 લાખ હેક્ટર એરિયા વધ્યો હતો.એ જ સ્માયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં વાવેતરનો જે એરિયા હતો તે 7.75 લાખ હેક્ટર હતો તે વધીને 9.15 લાખ હેક્ટર થયો હતો જયારે કર્ણાટક કે જ્યાં પણ શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ત્યાં એલિયા 4.1 લાખ હવેકટરમાંથી વધીને 4.15 લાખ હેકટર થયું હતું એટલે કે મામૂલી વધારો થયો હતો
પણ ઉત્તર પ્રદેશમાં વાવેતર વધતા ખાંડનું ઉત્પાદન 1800 લાખ ટન હતું તે વધીને 2100 લાખ ટન સુધી પહોંચ્યું હતું એટલે કે 18%નો વધારો જોવા મળ્યો છે.યુપી રાજ્યની વાત કરીએ તો ગયા વર્ષે 230 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું તે આ વખતે 130 લાખ ટન થવા જય રહ્યું છે. એટલે ખાંડ સરપ્લસ હતી તેમાં આ વર્ષે ફરી વધારો જોવા મળશે.
સ્ટેટ એડવાઈઝરી પ્રાઇસમાં પણ દર વર્ષે વધારો તો જોવા મળે છે. 2016-17,માં 305 રૂપિયા હતા તે 2017-18માં વધીને 315 સુધી પહોંચી અને 2019ની સલમા તો લોક સભા ઈલેક્શન પણ છે એટલે આ વર્ષે પણ ભાવમાં વધારો તો જોવા મળશે
મિલ માલિકો દ્વારા હજુ પણ ખેડૂતોને ચુકવણા પૈસા હજુ ચૂકવાય નથી અને હવે તે એક પોલિટિકલ ઇસ્યુ પણ બની ગયો છે અને તેને કારણે બાયપોલમાં સમાજવાદી પાર્ટીએ તેનો પ્રચાર પણ કર્યો અને ભાજપને પછડાટ પણ લાગી.
આવી પરિસ્થિતિમાં ખાંડ મિલ માલિકો નવી લોન લઈને પોતાની બેલેન્ડ્સ સહિત બગાડવા માંગતા નથી અને એક્સપોર્ટ વધે તેમ નથી કારણ કે ભારત કરતા વિદેશી દેશોમાં ખાંડ સસ્તી છે.
good story