ટેક્સ રિફંડમાં 27%ની વૃદ્ધિ, IT વિભાગે રૂ.1.57 લાખ કરોડ પરત કર્યા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ 2019ના પ્રથમ સાડા આઠ મહિનામાં રૂ. 1.57 લાખ કરોડનું ટેક્સ રિફંડ આપ્યું છે. જે વાર્ષિક તુલનાએ 27 ટકા વધુ ટેક્સ રિફંડ દર્શાવે છે. જ્યારે નાણાંકીય વર્ષ 2018-19માં સમિક્ષાધીન હેઠળના સમયગાળા દરમિયાન કરદાતાઓને 1.23 લાખ કરોડનું ટેક્સ રિફંડ આપ્યું હતું. આ માહિતી નાણાં સચિવ અજય ભૂષણ પાંડે જણાવી છે.

નોંધનીય છે કે, આવકવેરો અને જીએસટી કલેક્શન પેટેની આવકમાં સતત ઘટાડાને લીધે કેન્દ્ર સરકારી નાણાં ભીડની સમસ્યાનો સામનો કરી રહી છે.તેમાંય તાજેતરમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડોનો કરતા સરકારની વેરાકીય આવકમાં મોટું ગાબડું પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ વધારા પ્રમાણમાં ટેક્સ રિફંડ કરવામાં આવતા પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેવું દેખાઇ રહ્યું છે.

નાણાં સચિવે છ વર્ષના તળિયે ઉતરી ગયેલા વિકાસદરને ઉંચે લઇ જવા અને અર્થવ્યવસ્થાને આપેલા બુસ્ટક ડોઝની અસરોના પગલાંની માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, ટેક્સ રિફંડના કેસોની સંખ્યા 17 ટકા વધીને 2.16 કરોડે પહોંચી ગઇ છે. તો મૂલ્યની રીતે ટેક્સ રિફંડની રકમમાં 27 ટકાનો જંગી વધારો થયો છે.

તે ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 38,988 કરોડનું ઇન્ટિગ્રેટેડ જીએસટી રિફંડ કરવામાં આવ્યું છે જ્યારે સમગ્ર નાણાંકીય વર્ષ 2018-19માં રૂ. 56,057 કરોડની રકમ પરત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here