2019માં લોક સભાની ચૂંટણીમાં સૌથી ચોટ સીટ અમેઠીથી રહી હતી જ્યાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે હતી. એ સમાયે સ્મૃતિએ અમેઠી કે જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં ભાજપનું કમલ ખીલવવા માટે મેહનત કરી હતી અને જીત પણ હાંસલ કરી હતી.પરંતુ એ સમયે પોતાનાચૂંટણી આધારિત વચનોમાં અમેથીના લોકોને 13 રૂપિયમાં 1 કિલો ખાંડ આપવાનું વચન પણ આપ્યું હતું પણ ખુદ અમેઠીના લોકોને આપેલા વચનોની યાદ આપવા માટે કોંગ્રેસે અમેઠીમાં ખાંડનો સ્ટોલ નાંખ્યો હતો અને 13 રૂપિયામાં એક કિલો ખાંડ આપી હતી.
અમેઠી એમ.એલ.સી.ના દિપક સિંઘે આ ક્ષેત્રમાં ખાંડ વેચવા માટે સ્ટોલો લગાવ્યા હતા.દીપકસિંહે કહ્યું કે તે 13 રૂપિયા પ્રતિ કિલો ખાંડ વેચે છે જેથી સ્મૃતિ ઈરાની પોતાનું વચન યાદ આવે કે જે તેણે અમેઠીના લોકોને આપ્યું હતું. 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકોને વચન આપ્યું હતું કે ભાજપના શાસનકાળ દરમિયાન ખાંડ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે.