અન્ય દેશો શસ્ત્ર મોકલી રહ્યા છે ત્યારે ભારત યુક્રેનને દવાઓ મોકલી: ધર્મેન્દ્ર પ્રધાન

વારાણસી : કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં એક મહાસત્તા બની ગયું છે અને યુક્રેનને દવાઓ મોકલી રહ્યું છે જ્યારે અન્ય રાષ્ટ્રો શસ્ત્રો  મોકલી રહ્યા છે. વિશ્વભરમાં ભારતની નવી ઓળખ બની રહી છે.

વારાણસીમાં ડોકટરોની એક કોન્ફરન્સને સંબોધતા મંત્રીએ કહ્યું, “ભારત આજે વિશ્વની મહાસત્તા બની ગયું છે. ગઈ કાલે એક સેમિનારમાં મેં કહ્યું હતું કે નાટો અને અમેરિકા યુક્રેનના નાગરિકોને શસ્ત્રો મોકલી રહ્યા છે. રશિયા મિસાઈલ છોડી રહ્યું છે. સમયાંતરે બોમ્બ વિસ્ફોટોના સમાચારો આવતા રહે છે.”

તેમણે એમ પણ કહ્યું, “આવા સમયે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતને ફોન કર્યો. અમે બધા ચિંતામાં હતા કે અમારા બાળકોનું શું થશે. તેમ છતાં ભારત યુક્રેનને દવા મોકલી રહ્યું છે. કોઈ ગોળા બારૂદ મોકલી રહ્યું છે, અમે દવાઓ મોકલીએ છીએ. આ ભારતની નવી ઓળખ છે.

પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવાનો નિર્ણય લેવા બદલ વારાણસીના લોકોને ભારતની “નવી ઓળખ”નો શ્રેય આપ્યો હતો. વારાણસીમાં 7 માર્ચે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થશે.

“આ શક્ય બન્યું છે કારણ કે કાશીએ નક્કી કર્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી જીતશે અને દેશના સૌથી શક્તિશાળી વડા પ્રધાન બનશે. તેનો શ્રેય તમારા બધાને જાય છે, ” તેમ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું

સાત તબક્કાની વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં, ગોરખપુર, આંબેડકરનગર, બલિયા, બલરામપુર, બસ્તી, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, સંત કબીર નગર અને સિદ્ધાર્થનગર સહિત 10 જિલ્લાઓમાં 3 માર્ચે મતદાન થવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here