લેબેનોનના બેરૂત ખાતે થયેલા વિસ્ફોટ બાદ અનેક દેશો મદદ માટે સામે આવ્યા છે ત્યારે ભારત પણ હંમેશા અન્ય દેશોને મદદ કરવામાં આગળ આવતું હોય છે.બેરૂતમાં થયેલા વિસ્ફોટ બાદ ભારતે વાયુસેનાનું વિમાન દ્વારા દવા,ખાંડ અને ખાદ્ય પદાર્થનો 58 મેટ્રિક ટન સામગ્રી મોકલી છે.આ ધમાકામાં150થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો બેઘર થઇ ગયા હતા
ઇ.એ.એમના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર લેબનોનની સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ભારતીય રાજદૂત સુહેલ એઝાઝ ખાનને સામગ્રી મળી હતી. રાહત સામગ્રી મળ્યા બાદ ખાને ટ્વિટ કર્યું હતું અને ભારત લેબનોનનું ભરોસાપાત્ર સાથી છે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે દવા.ખાંડ,દાળ, લોટ,સુવા માટેની બેડ,કંબલ વગેરે આઇટમો આપી છે.આ તમામ વસ્તુઓની ત્યાં બહુજ જરૂર છે કારણ કે ઘણા લોકો બેઘર બન્યા છે.લેબનોનમાં પણ કોરોના ચરમસીમા પર છે ત્યારે ભારતે પી પી ઈ કીટ પણ મોકલાવી છે.અહીં ત્રણ લાખ લોકો બેઘર બન્યા હોવાનું રિપોર્ટ છે.