નવેમ્બર 5 થી અમેરિકા દ્વારા ઓપેક ઓઇલ પ્રોડ્યૂસર પર ફરીથી નિયંત્રણ લાદવાના નિર્ણય બાદ તેમના દ્વારા આઠ દેશોને અસ્થાયી રૂપે ઇરાનથી ઓઇલ ખરીડી ચાલુ રાખવાની સંમતિ આપી છે તેમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું આ દેશનું સૂચીમાં ભારત જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશ પણ સામેલ છે.અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેએ 2 નવેમ્બરના રોજ પર્સિયન ગલ્ફ રાષ્ટ્રમાંથી તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકા ઇરાનમાંથી અન્ય દેશ તેલ ન ખરીદે તેવું ઈચ્છી રહ્યો છે ત્યારે વર્તમાન સંજોગમાં તો હાલ 8 દેશને છૂટ મળી છે તેમાં ભારત પણ સામેલ છે અને અન્ય ચાર દેશના નામનો ઉલ્લેખ હજુ કરાયો નથી. દરમિયાન ઈરાન ઓઇલ ઈમ્પોર્ટ કરનારું ચીન સૌથી મોટું રાષ્ટ્ર છે અને તેમની અમેરિકી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે તેમનું સ્ટેન્ડ શું હશે તે જાણવું મુશ્કેલ છે.