ભારતીય કંપનીના વિદેશી બજારોમાં રોકાણ ફેબ્રુઆરીમાં 31 % ઘટીને 1.85 અબજ ડોલર રહ્યું છે. રિઝર્વ બેન્કના આંકડામાંથી આ માહિતી મળી છે. ભારતની સ્થાનિક કંપનીઓ દ્વારા વિદેશી કંપનીઓ અને સંયુક્ત સૂચિમાં 2.66 અબજ ડોલરની કિંમતનું રોકાણ કર્યું હતું.
ઇક્વિટીના રૂપમાં 29.73 કરોડ ડોલરનું રોકાણ
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, ભારતીય કંપનીના વિદેશી બજારોમાં કુલ રોકાણમાં 1.36 અબજ ડોલરનું મૂલ્ય છે.29,73 કરોડ ડોલરનું રોકાણ ઇક્વિટીમાં જોવા મળ્યું જયારે બાકીનું 18,38 કરોડ ગેરંટી સ્વરૂપમાં આપવામાં આવ્યું છે. તેમ છતાં, ભારતીય કંપનીઓની કુલ વિદેશી રોકાણ જાન્યુઆરીના 1.19 અબજ ડોલરની તુલનામાં વધુ રહ્યું છે.
આ કંપનીઓએ કર્યું રોકાણ
ભારતની ટાટા સ્ટીલ કંપનીએ સિંગાપોરમાં એક અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે જયારે સન ફાર્માસ્યુટિકલ દ્વારા અમેરિકામાં 10 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. ઓએનજીસી વિદેશ લિમિટેડ (ઓવીએલ) દ્વારા રશિયા, મ્યાનમાર, સુદાન, કોલમ્બિયા, વિયેતનામ અને અઝરબેજાનમાં રોકાણ કરવામાં આવ્યું છે.