કોરોના વાયરસના કારણે અમેરિકી સહીત વિશ્વ બહારના માર્કેટ ક્રેશ થઇ રહ્યા છે ત્યારે આજે ગુરુવારે પણ ભારતીય શેર બજારમાં ભારે ઘભરાટ સાથે નીચે પટકાતું હતું અને નિફટી અને સેન્સેક્સની નવી નીચલી સપાટી આજે જોવા મળી હતી.આજે ગુરૂવારે ભારતીય સ્ટોક માર્કેટમાં બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ખુલતાની સાથે જ ધડામ કરીને પટકાયા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર સેન્સેક્સ ગઈકાલના બંધ 28,869.51ની સામે આજે 27,773.36 નજીક ખુલી લખાય ત્યાં સુધી 2,069 પોઈન્ટ ગગડીને 26,841 નજીક પહોંચી ગયા બાદ અત્યારે 10.05 વાગ્યે 27086 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે એટલે કે 1703 પોઇન્ટ નીચે છે જયારે નિફટી 7961 પર છે એટલે કે 500 પોઇન્ટ નીચે છે.
બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ 1150થી વધુ પોઈન્ટ પટકાઈને ખુલ્યા બાદ હાલ 1,524 અંક ગગડીને 19,056 નજીક કારોબાર કર્યા બાદ 19005 એટલે કે 1500 પોઇન્ટ નીચે છે . ઉપરાંત બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 6.77 ટકા અને 6.96 ટકા ગગડીને કારોબાર કરી રહ્યા છે.
કોરોના કારણે દેશમાં રોકાણકારોમાં ચિંતા વધી છે. જેના કારણે માર્કેટમાં સતત વેચવાલી જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં આર્થિક મંદીની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા સહિત કેટલાક દેશોએ રાહત પેકેજની જાહેરાત કરી છે. જેની અસર બજાર પર જોવા મળી રહી છે. વિદેશા રોકાણકારો પણ ભારતીય માર્કેટમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા