ઈન્ડોનેશિયાની સ્ટેટ લોજિસ્ટિક્સ એજન્સી (BULOG ) ના અધ્યક્ષ, ડિરેક્ટર બુડી વાસેસોએ સ્થાનિક ઉત્પાદન અને ભારતમાંથી આયાત કરેલી ખાંડને કારણે જૂનમાં ખાંડનો પૂરતો સ્ટોક રાખવાની ખાતરી આપી છે, જેથી સ્થાનિક બજારોમાં ખાંડના ભાવ નિયંત્રિત કરી શકાય. વાસેસોએ જણાવ્યું હતું કે, જૂનમાં સ્ટેટ લોજિસ્ટિક્સ એજન્સીમાં 75 હજાર ટન સુગર સ્ટોક હશે, જેમાં 25 હજાર ટન દેશી ખાંડ અને 50 હજાર ટન આયાત કરેલી ખાંડનો સમાવેશ થશે. ભારત પાસેથી 50,000 ટન ખાંડની આયાત કરી છે, જેમાંથી 21,800 ટન ખાંડનું દેશમાં આગમન થયું છે, જ્યારે બાકીના આવતા સપ્તાહે પહોંચવાની ધારણા છે.
આવતા મહિને અમારું ઉત્પાદન આશરે 25 હજાર ટન થઈ જશે, તેથી લોકોને ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં લોકડાઉનના અમલીકરણથી આયાત અવરોધાય છે.
નેશનલ સેન્ટર ફોર નેશનલ સ્ટ્રેટેજિક ફૂડ પ્રાઈસ (PIHPS) ના ડેટા અનુસાર, શુક્રવારે ખાંડના ભાવ ગ્રાહક સ્તરે પ્રતિ કિલો RP 12,500 ના સંદર્ભ કિંમતની તુલનામાં સરેરાશ કિલો દીઠ RP 17,400 હતા. સ્ટેટ લોજિસ્ટિક્સ એજન્સી રિટેલરોને પ્રતિ કિલો RP 11,000 સફેદ ખાંડ વેચવા માટે ઇન્ડોનેશિયામાં એક સાથે માર્કેટ ઓપરેશન શરૂ કર્યું છે,જેથી ગ્રાહક સ્તરે આ કિંમત RP 12,500 પ્રતિ કિલોથી ઓછી થઈ શકે. વાસેસોએ જણાવ્યું હતું કે અમે વેપારીઓને RP 12,500 અથવા તેનાથી ઓછા કિંમતે વેચવાની સૂચના આપી છે. નિયમો તોડનારા વેપારીઓ સામે અમે ફૂડ ટાસ્ક ફોર્સમાં રિપોર્ટ નોંધાવીશું.