ઇન્ડોનેશિયાને અન્ય દેશોમાંથી ખાંડની આયાત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દેશના વેપાર પ્રધાન એગસ સુપરમાન્ટોએ પત્રકારોને જણાવ્યું હતું કે મે મહિના સુધીમાં ઇન્ડોનેશિયાએ ઘરેલુ વપરાશ માટે 438,802 ટન કાચી ખાંડની આયાત કરવાની પરમિટ જારી કરી છે.
અગાઉ,ઇન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયે 130,000 ટન સફેદ ખાંડની આયાત કરવાની ભલામણ કરી હતી,કારણ કે દેશમાં શેરડી પીસવાની સીઝન મોડી શરૂ થવાની ધારણા છે.કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે લણણી અને ખાંડનું ઉત્પાદન,જે સામાન્ય રીતે મે મહિનામાં શરૂ થાય છે,આ વર્ષ જૂનના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.તેમણે કહ્યું કે ખાંડની ખરીદી માટે ઇન્ડોનેશિયા ભારતને પ્રાધાન્ય આપી શકે છે.
જો ઇન્ડોનેશિયા ભારતમાંથી ખાંડની ખરીદી કરશે,તો તે સુગર મિલો માટે સુવર્ણ નિકાસની તક હશે