ઇન્ડોનેશિયાના ઉદ્યોગ પ્રધાન એન્ગ્ગાર્તિસ્તો લુકાતાએ આજે જણાવ્યું હતું કે,જો ખાંડના ભાવ સ્પર્ધાત્મક ભારત આપશે તો ઇન્ડોનેશિયા ભારત પાસેથી દર વર્ષે 3 મિલિયન ટન કાચી ખાંડ ખરીદવા ઇચ્છુક છે અને આ માટે સમજૂતીના મેમોરેન્ડમ માં પ્રવેશ કર્યો છે,
“અમે દર વર્ષે કાચા ખાંડના 2-3 એમએલએન ટન જથ્થો ખરીદવા માંગીએ છીએ. જો ભાવ સ્પર્ધાત્મક હોય તો અમે સમગ્ર જથ્થાને ભારતમાંથી ખરીદીશું,” એમ ઉદ્યોગ પ્રધાન એન્ગ્ગાર્તિસ્તો લુકાતાએ ચોથી ભારત આસિયાન એક્સ્પો અને સમિટ 2019માં બોલતા જણાવ્યું હતું.
ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટું ઉત્પાદક દેશ છે અને આ વર્ષે લગભગ 15 મિલિયન ટનનું રેકોર્ડ સરપ્લસ પણ ભારત પાસે છે.સરકારે આ સિઝનમાં 5 મિલીયન ટન ખાંડની નિકાસ માટે મિલોને ફરજિયાત બનાવ્યું હતું, અને ઇન્ડોનેશિયા, મલેશિયા, ચાઇના, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશ સાથે સ્થાનિક બજારમાં લીકવીડિટી ઘટાડવામાં મદદ કરવા માટે જોડાણ કરી રહ્યું છે.
મલેશિયાએ તાજેતરમાં ભારત પાસેથી આશરે 44,000 ટન ખાંડ ખરીદ્યું હતું.