યુકેમાં ફુગાવો 30 વર્ષની ટોચે, ગેસ અને વીજળીના બિલમાં 50% વધારો

યુકેમાં લગભગ 30 વર્ષમાં ગ્રાહક ભાવમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. ઊર્જા, પરિવહન, ખાદ્ય પદાર્થો અને ફર્નિચરની કિંમતોમાં વધારો થવાથી ઘરની આવક પર અસર પડી છે.

બ્રિટનની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બુધવારે જારી કરાયેલા ડેટા અનુસાર ડિસેમ્બર સુધીના 12 મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો 5.4 ટકા વધ્યો છે. માર્ચ 1992 પછી મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. તે સમયે તે 7.1 ટકા હતો. એક મહિના પહેલા ફુગાવો 5.1 ટકા હતો.

નિષ્ણાતો આગામી મહિનાઓમાં ફુગાવો વધુ વધવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં લાખો પરિવારોના ગેસ અને વીજળીના બિલમાં 50 ટકા કે તેથી વધુનો વધારો થશે. તે સમયે ઉર્જા કિંમત શ્રેણીમાં અર્ધ-વાર્ષિક ગોઠવણો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here