પુણે: મહારાષ્ટ્રની ખાંડ મિલોને ખાનગી સોલર પાવર કંપનીઓ દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેમાં ખાંડ મિલોને વીજ ઉત્પાદન માટે સોલાર પેનલ્સ લગાવવાની મંજૂરી આપવામાં આવે તો કંપનીઓ બદલામાં તેમને ખાંડ સ્ટોર કરવા માટે ગોડાઉન આપશે. શુગર ઉદ્યોગ સમક્ષ વિવિધ દરખાસ્તોની સમીક્ષા કરવા મંગળવારે વસંત દાદા શુગર ઇન્સ્ટિટ્યૂટ (વીએસઆઈ) માં મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સોલાર એનર્જી કંપનીઓ દ્વારા આપવામાં આવેલી આ દરખાસ્ત અંગે માહિતી આપી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સ ડોટ કોમ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ અજિત પવારે કહ્યું કે, હવે કેટલીક ખાનગી કંપનીઓએ ગ્રામીણ વિસ્તારોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની દરખાસ્ત કરી છે. મોટાભાગની મિલો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે, જ્યાં સંગ્રહ માટે પૂરતી જગ્યા નથી. ખાંડ મિલોને સોલાર પેનલ લગાવવાની મંજૂરી આપવાનાં બદલામાં કંપનીઓએ મફત ખાંડ સ્ટોરેજ માટે ગોડાઉન આપવાની ઓફર કરી છે.
પવારે પ્રસ્તાવની વધુ વિગતો જણાવી ન હતી પરંતુ એમ જણાવ્યું હતું કે, “અમે ક્ષેત્રના નિષ્ણાતોને પ્રસ્તાવનો અભ્યાસ કરવા જણાવ્યું છે.” “પહેલા શેરડીનો ઉપયોગ ફક્ત ખાંડ બનાવવા માટે થતો હતો. હવે સુગર ઉદ્યોગમાં ઇથેનોલ, મોલાસીસ, ડિસ્ટિલરી જેવા ઘણા ઘટકો ઉમેરવામાં આવ્યા છે અને તે અન્ય પેટા ઉત્પાદનો બનાવે છે. ”