મુંબઈ:યસ બેંકના સંકટથી સરકાર પણ પરેશાન છે અને બેન્કને ઉગારી લેવા કમર કાશી રહી છે ત્યારે ગત રાત્રે સંકટગ્રસ્ત યસ બેંકના ભૂતપૂર્વ સીઇઓ રાણા કપૂરના ઘરે છાપા માર્યા બાદ આજે શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પૂછપરછમાં સહકાર આપવા માટે પહોંચ્યા હતા. આ પહેલાં ઇડીએ રાણા કપૂરના અનેક રહેઠાણો પર છાપા માર્યા છે અને તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો છે.
સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રિસ્ટ્રક્ચરિંગ પર કામ કરી રહી છે ત્યારે હવે પ્રવર્તન નિદેશાલય (ED) એ બેંકના સંસ્થાપક અને આ સંકટની સામે આવતા પહેલા બોર્ડ દ્વારા બહાર કરવામાં આવેલા બેંકના પૂર્વ CEO રાણા કપૂરની વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો છે. EDએ રાણા કપૂરના ઘર સહિત અનેક ઠેકાણાં પર શુક્રવારે દરોડા પાડ્યાં.
તપાસ એજન્સીએ રાણા કપૂર વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરી છે. 2004માં શરૂ થયેલી યસ બેંક સંકટના સમયમાંથી પસાર થઇ રહી છે. ક્યારેક સતત આસામાનની નવી છલાંગ ભરી રહેલી યસ બેંકના શેર એકદમથી નીચે ધડામ થઇ ગયા, જેને લઇને રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ યસ બેંકના ખાતામાંથી 50 હજાર સુધીની રકમ ઉપાડી શકવાનું નક્કી કર્યું. બેંકનું નિદેશક મંડળ ભંગ કરીને સ્ટેટ બેંક ઓફ ઇંડિયા ના પૂર્વ CFO પ્રશાંત કુમારને બેંકને સંકટમાંથી બહાર નિકાળવાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
એક સમયે યસ બેંકનું સુકાન સંભાળનાર રાણા કપૂર પાછલા નવેમ્બર મહિનામાં જ પોતાના બચેલા સ્ટોક વેચી દીધા છે અને આ ઉપરાંત પ્રોમોટર યસ કેપિટલ અને મોર્ગન ક્રેડીટસે પણ યસ બેંકની હિસ્સેદારી વેચી દીધી છે. રાણા કપૂરે કહ્યું છે કે પાછલા 13 મહિનાથી બેંકના કોઈ કામથી શામિલ નથી અને બેન્કે મને કોઈ પણ પ્રકારના બદલાવ વિષે જાણકારી આપી નથી.