શુગર મિલ કર્મચારીઓનો મુદ્દો ઈરાનમાં બન્યો ગંભીર.સરકારના રાજીનામાની માંગ

તેહરાન: ઈરાનની હફત તપ્પહે શુગર મિલના કામદારો છેલ્લા 45 દિવસથી વેતન અને મિલને ફરીથી શરુ કરવાની માંગને લઈને હડતાલ પર છે. દક્ષિણ પશ્ચિમ ઇરાનના શુશ મેં હફત તપ્પહે શુગર મિલના કામદારોને લગભગ 12 મહિનાના વેતન વગર 12 જૂને છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા.સરકારના રાજીનામાની માંગ સાથે બુધવારે શેરડીના કામદારોએ ભીષણ ગરમીમાં કૂચ કરી હતી. સેંકડો કાર્યકરો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કામદારો સુધારેલા નિયમો અને શરતો માટે દબાણ કરી રહ્યા છે

કામદારોને એક સપ્તાહથી દક્ષિણ પશ્ચિમ ઇરાનના શુશ સ્થિત હફત તપ્પહે શુગર મિલ પર કાઢી મૂકવામાં આવ્યા છે. હફત તપ્પહે શુગર મિલની સ્થાપના 1961 માં થઈ હતી. 2016 માં એક વિવાદાસ્પદ સોદામાં મિલનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓએ સરકાર પાસેથી રાજીનામાની માંગ કરી હતી અને 50 ડિગ્રી તાપમાનમાં પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સુગર મિલના કામદારોનો મુદ્દો હવે દેશમાં ખૂબ ગંભીર મુદ્દો બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here