IRCTCના આઇપીઓ (IRCTC IPO) આજે શેર માર્કેટમાં 660 રૂપિયા પર ખુલ્યો છે. આ શેર પોતાની પ્રાઇઝથી 109 ટકા વધારે રેટ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગના પહેલા દિવસે જ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ના શેર બમણા ભાવ પર સ્ટો માર્કેટમાં લિસ્ટ થયા છે. IRCTCના શેર આજે બીએસઇ (અને એનએસઇમાં લિસ્ટ થયા છે. IRCTCએ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે ખુલ્યો હતો. IRCTCએ આ શેરના વેચાણથી 645 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો.આ શેર વધીને 743 સુધી ગયો હતો અને ટેરોકાણકારોની દિવાળી સુધારી દીધી હતી.
IRCTCના IPOએ પહેલા જ દિવસે પોતાના રોકાણકારોને બમણો ફાયદો કરાવ્યો છે. જો કે, જે લોકોને પણ આ સ્ટોક મળ્યો છે. તે એક અથવા બેની ફાળવણી કરાઇ છે. નોઇડાના રહેવાસી સંદીપ આ મામલે પોતાને લકી માની રહ્યાં છે. કેમ કે, સંદીપ સહિત તેમના ગ્રુપના 5 લોકોએ IRCTCના IPO માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ માત્ર સંદીપને જ બે ફાળવણી કરાઇ છે. સંદીપને 80 શેર મળ્યા છે. સંદીપે લિસ્ટિંગના પહેલા દિવસે જ 690 રૂપિયા પર પોતાના શેર વેચી બમણી કમાણી કરી છે.
આઇઆરસીટીસીના આઇપીઓમાં રિટેલ રોકાણકારોનો મોટો ટ્રેન્ડ હતો. IRCTCએ 2 કરોડ શેર માર્કેટમાં ઉતાર્યા હતા. જેના બદલામાં 112 ગણા લોકોએ તેના માટે સબ્સ્ક્રાઇબ કર્યું હતું. 2 કરોડ શેરના બદલામાં 25 કરોડ શેર માટે બોલીઓ મળી.