ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ આજે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં 1,000 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે SJVN ગ્રીન એનર્જી લિમિટેડ (SGEL, SJVN લિમિટેડની પેટાકંપની) સાથે રૂ. 4,444.71 કરોડના ઐતિહાસિક લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
IREDA દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ 400/220 KV બિકાનેર-II (બીકાનેર પાસે) સબસ્ટેશન સાથે જોડવામાં આવશે. SJVN એ VGF સહાય પર આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ગ્રીડ કનેક્ટેડ સોલાર પીવી પાવર પ્રોજેક્ટના વિકાસ માટેની CPSU ફેઝ-II (Tranche III) યોજના હેઠળ IREDA દ્વારા રજૂ કરાયેલા ટેન્ડર દ્વારા પ્રોજેક્ટ મેળવ્યો છે.
આ પ્રસંગે બોલતા, IREDA CMD એ કહ્યું: “અમે 1,000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટના વિકાસ માટે SGELને IREDA ની અત્યાર સુધીની સૌથી વધુ લોનની રકમ મંજૂર કરતાં ખુશ છીએ. આવા સહયોગથી અમે ભારત સરકારને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ માંથી 50 ટકા ઊર્જા મેળવવાના લક્ષ્યમાં મદદ કરી શકીશું. ઉપરાંત, આ ભાગીદારી હરિયાળા રોકાણને પ્રોત્સાહિત કરશે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે.”
IREDA CMD શ્રી પ્રદિપ કુમાર દાસ અને SJVN CMD શ્રી નંદ લાલ શર્મા, શ્રી પ્રદિપ્ત કુમાર રોય, DGM (IREDA) અને શ્રી એસ. આલે. શર્મા, CEO (SGEL) ની હાજરીમાં IREDA ના કોર્પોરેટ ઓફિસ ખાતે લોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે IREDA ટેકનિકલ ડાયરેક્ટર શ્રી ચિંતન શાહ, SJVN ફાયનાન્સ ડાયરેક્ટર શ્રી એ.કે. સિંઘ, ડો.આર.સી. શર્મા, CFO, શ્રીમતી દેબયાની ભાટિયા, જીએમ (TS), IREDA અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.