આવકવેરા વિભાગ જીએસટી રજીસ્ટર્ડ કંપનીઓના એકાઉન્ટનું ઓડિટ જોખમી માપદંડના આધાર પર કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં કર ચોરીના ઇતિહાસ ધરાવનાર, સમય પર રિટર્ન દાખલ નહિ કરનાર અને જેના પર પ્રશ્ન ઉઠયા હોય તેવા એકાઉન્ટન્ટસની નિમણૂક કરતી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓડિટ ડિરેક્ટર જનરલે ઓડિટ યોજનાનો ખુલાસો કરતા કહ્યું કે સીબીઆઈનું વિશ્લેષણ વિભાગ એવા જીએસટી દાતાઓની યાદી તૈયાર કશે જે જોખમકારક હોય. આ યાદીને તપાસ માટે ઓડિટ કમિશનરને મોકલવામાં આવશે. જોખમના આધાર પર ઓળખ કરાયેલ કરદાતાઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એક નાના (10 કરોડ રૂપિયા સુધીનો કારોબારવાળા), બીજો મધ્યમ (10થી 40 કરોડ રૂપિયા સુધીનો કારોબરાવાળા) અને ત્રીજો મોટા (40 કરોડ રૂપિયાથી વધુના કારોબારવાળા)એમ ત્રણ વર્ગમાં વંહેચવામાં આવ્યા છે.
આ ઓડિટ નાણાંકીય વર્ષ 2017-18ના વાર્ષિક રિટર્નના આધાર પર કરવામાં આવશે. જે જીએસટીના એક્ઝેક્યુશનનું પ્રથમ વર્ષ છે. વસ્તુ તેમજ સેવા કર (જીએસટી) 1 જુલાઈ, 2017માં લાગુ કરવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2017-18ના વાર્ષિક રીટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2019 છે. તે ઓડિટ યોજના એવા એકમો પર લાગુ થશે જે કેન્દ્રીય જીએસટી અધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
કર રીટર્ન વગર દાખલ તપાસ સુનિશ્ચિત કરવા માટે ડિરેક્ટોરેટ ઓડિટે જીએસટી અને કેન્દ્રીય ઉત્પાદના મુખ્ય કમિશનરને ડેસ્ક આધારિત ઓડિટ પ્રક્રિયા અપનાવવા કહ્યું. હાલમાં તેના માટેની વર્તમાન પ્રણાલી પરિસર આધારિત ઓડિટની છે. ઓડિટ ડિરેક્ટર જનરલે જણાવ્યું કે કેમ્પસ આધારિત ઓડિટ એવા કેસોમાં કમિશનરની મંજૂરીથી કરી શકાય છે જેમાં નાના કરદાતા સહયોગ આપવાની ના પાડી રહ્યો હોય.