ઇથેનોલ વિશે જાગૃતિ ફેલાવવાની અમારી જવાબદારી છેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, COP 27માં, ભારતે 2070 સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવા માટે ધીમે ધીમે સ્વચ્છ ઇંધણ તરફ સ્વિચ કરવાનું અને સ્થાનિક વપરાશ ઘટાડવાનું વચન આપ્યું છે. તેથી, ઇથેનોલ વિશે જાગૃતિ ફેલાવવાની અને શિક્ષણ પ્રદાન કરવાની અમારી જવાબદારી છે. ભવિષ્યની તમામ વૈકલ્પિક ઇંધણની જરૂરિયાતોને પહોંચી વળવા ભારત ઝડપથી ટકાઉ ઇકો સિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ સોમવારે ઈન્ડિયા હેબિટેટ ખાતે ‘ઈથેનોલ એડોપ્શન – ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ ઈન ઈન્ડિયા’ પર ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદર્શન સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે ઇથેનોલનો વધતો ઉપયોગ ભારતના ઇંધણની આયાત ખર્ચમાં મોટા માર્જિનથી ઘટાડો કરશે, વિદેશી હૂંડિયામણ ભંડોળની બચત કરશે અને આત્મનિર્ભર બનવાનો વ્યૂહાત્મક લાભ મેળવશે. હાલમાં, દેશભરમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું સ્તર 10.17 ટકાથી વધુ છે અને તમામ હિતધારકો તેને વધુ સુધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ ઇવેન્ટમાં ઓટોમોટિવ ઉદ્યોગ, સરકારી અધિકારીઓ, તેલ ઉદ્યોગ અને અન્ય હિતધારક સંગઠનોના નિષ્ણાતોની ભાગીદારી જોવા મળી હતી. મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો લિમિટેડ, હીરો મોટોકોર્પ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા, સુઝુકી મોટર સાયકલ ઈન્ડિયા,યામાહા મોટર ઇન્ડિયા અને રોયલ એનફિલ્ડે પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેમની ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here