બિહારની રીગા શુગર મિલને લઈને ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એસઆરકે ગોએન્કા કોલેજના રમતના મેદાનમાં એનડીએ સમર્થિત જેડીયુના ઉમેદવાર દેવેશ ચંદ્ર ઠાકુરની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે રીગા શુગર મિલ માંથી ખાંડ ગુજરાતમાં જતી હતી. તમે મોદીજીના હાથ મજબૂત કરો, ખાંડ મિલ શરૂ કરવાની જવાબદારી અમારી છે. ખાંડ, ઇથેનોલ અને ગોળ પણ અહીં બનાવવામાં આવશે. રીગા શુગર મિલના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.
લગભગ ચાર વર્ષથી બંધ પડેલી સીતામઢી જિલ્લામાં આવેલી રીગા શુગર મિલ ફરી શરૂ થવાની શક્યતાઓ વધી ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ પર મિલ શરૂ કરવા માટે ઈ-ઓક્શનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેની અનામત કિંમત 91 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રશાસન દ્વારા 27 મેના રોજ ઈ-ઓક્શન કરવામાં આવશે. જો મિલ ફરી શરૂ થશે, તો તેનાથી વિસ્તારના હજારો ખેડૂતોને ફાયદો થશે, અને આ વિસ્તારમાં ઘણા વધુ નાના ઉદ્યોગો પણ ખુલશે.