ઈટાલીથી આવેલા 15 ભારતીય નાગરિકોને કોરોનાવાઇરસની અસર

ભારતમાં 15 વધુ કોરોનાવાઇરસ ડિટેકટ થયા છે અને તેને કારણે સરકાર પણ હરકતમાં આવી છે.ખુદ ભારત સરકારને પણ આશ્ચર્ય એ વાતનું થયું છે કે કોરોના વાઈરસનું આક્રમણ ચીનથી નહીં પરંતુ યુરોપથી થઈ શકે છે. હકીકતમાં યુરોપથી આવતા મુસાફરો પર ધ્યાન ન અપાતા દિલ્હી એરપોર્ટ પર આવેલા 21 ઈટાલીના નાગરિકોમાંથી 15 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ તમામ પોઝિટિવ મુસાફરોને સીધા આઈટીબીપીના છાવલા કેમ્પ મોકલી દીધા છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે કેમ્પમાં રાખવામાં આવેલા તમામ 15 મુસાફરોના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી દેવાયા છે. એનઆઈબી પુણેથી ફાઈનલ રિઝલ્ટ આવ્યાં બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે.

જયપુરમાં પણ ઈટાલીનો એક પ્રવાસી કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિને સુરક્ષા કારણોસર સવાઈ માનસિંહ હોસ્પિટલમાં તપાસ માટે રાખવામાં આવ્યો છે.

જોકે યુપીના નોઈડામાં કોરોના વાઈરસના 6 સંદિગ્ધોના નમૂના તપાસમાં નેગેટિવ આવ્યાં છે. પરંતુ ડીએમના જણાવ્યાં મુજબ આ તમામને 14 દિવસ સુધી ડોક્ટરોની નિગરાણીમાં રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here