સ્ટાર્ટ અપ્સ પ્રોજેક્ટમાં જિયો ફ્રી ઇન્ટરનેટ સુવિધા અને ઇન્વેસ્ટમેન્ટ પ્રદાન કરશે: અંબાણી

રિલાયન્સની હાઈ-પ્રોફાઇલ 42મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી ‘જિયો ફાઇબર’ના ધમાકેદાર.

લોન્ચિંગની જાહેરાત કરી છે. 100mbps ની લઘુતમ બ્રોડબેન્ડ સ્પીડ અને સંપૂર્ણ ફ્રી લેન્ડલાઇન સેવા સાથે શરૂ થનારા ‘જિયો ફાઇબર’ની સેવા મહિને ₹700થી શરૂ થશે. અંબાણીએ વાર્ષિક પ્લાન ખરીદનારને ‘વેલકમ ઓફર’ના ભાગરૂપે ફ્રી HD કે 4k ટીવી અને સેટ-ટોપ બોક્સ આપવાની પણ જાહેરાત કરી હતી.

આ ઉપરાંત અંબાણીએ નવા શરુ થતા સ્ટાર્ટ અપ્સ ને પ્રોતાહિત કરવા ફરી ઇન્ટરનેટની સુવિધા અને ઇન્વેસ્ટમેન્ટની વાત પણ કરી હતી.તેમને જણાવ્યું હાઉ કે કંપની માને છે કે સ્ટાર્ટ અપ્સમાં 80 ટાકા રકમ ઇન્ફ્રાસ્ટક્ચર માં વપરાતી હોઈ છે  અને સાથોસાથ અમારી કંપની પણ અમુક સ્ટાર્ટ અપ્સમાં ઈન્વેસ્ટ પણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “LED ટીવી સાથે જિયો ફાઇબર અને જિયો સેટ ટોપ બોક્સનો અનુભવ જોરદાર રહેશે. એટલે વાર્ષિક પ્લાન ‘જિયો ફોરએવર’ની પસંદગી કરનારને HD અથવા 4k LED TV તેમજ 4k સેટ-ટોપ બોક્સ સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે.” અંબાણીએ કહ્યું હતું કે, “જિયો લેન્ડલાઇન ગ્રાહકોને અનલિમિટેડ ઇન્ટરનેશનલ કોલિંગ પેક ઓફર કરશે. જેમાં મહિને ₹500 માં અમેરિકા અને કેનેડા કોલ કરી શકાશે. આ ટેરિફ હાલ બજારમા ઉપલબ્ધ અન્ય ટેરિફ કરતાં પાંચમા કે દસમા ભાગના છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લેન્ડલાઇન પરથી ભારતના કોઇ પણ મોબાઇલ કે ફિક્સ્ડ લાઇન ઓપરેટરને કાયમ માટે સંપૂર્ણ ફ્રી વોઇસ કોલ કરી શકાશે.”

અંબાણીએ કહ્યું હતું કે, “અમેરિકામાં ફિક્સ્ડ લાઇનની સરેરાશ ડાઉનલોડ સ્પીડ લગભગ 90mbps છે. જ્યારે ભારતમાં બેઝિક જિયો ફાઇબર પ્લાનની સ્પીડ 100mbps થી શરૂ થશે અને અમે 1Gbps કે 1000Mbps ની સ્પીડના પ્લાન પણ ઓફર કરી શકીશું. તેને લીધે ભારતમાં ફિક્સ્ડ લાઇન ડેટાની ગુણવત્તામાં સુધારો થશે.” તેમણે જણાવ્યું હતું કે, “જિયો ફાઇબરના પ્લાન્સ મહિને ₹700 થી 10,000 ની રેન્જમાં હશે.”

મુકેશ અંબાણીએ 2020 ના મધ્ય ભાગથી ‘જિયો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “જિયો ફાઇબરના પ્રીમિયમ ગ્રાહકો ફિલ્મ જે દિવસે થિયેટરમાં રિલીઝ થશે એ જ દિવસે ઘેરબેઠા જોઈ શકશે.”

ઉલ્લેખનીય છે કે, જિયો છેલ્લા ઘણા સમયથી જુદાજુદા શહેરોમાં જિયો ગિગાફાઇબર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. પ્રાયોગિક ધોરણે પાંચ લાખ ઘરોમાં આ સેવા શરૂ પણ કરી દેવાઈ છે. અંબાણીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે જિયો ગિગાફાઇબર માટે અરજી કરવાની જાહેરાત પછી અમને 1,600 ટાઉનમાંથી 1.5 કરોડ અરજી મળી છે. જેના આધારે અમે બે કરોડ ઘર અને 1.5 કરોડ બિઝનેસ એકમો સુધી પહોંચવાની યોજના ધરાવીએ છીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here