કર્ણાટક : શેરડી ભરેલી ટ્રક ભીમા નદીમાં પડી, ડ્રાઈવર ગુમ

કાલબુર્ગી : 31 ડિસેમ્બર, મંગળવારે સવારે ઇટાગા અને ગંગાપુર વચ્ચે શેરડીથી ભરેલી એક ટ્રક ભીમા નદીમાં પડી હતી. અફઝલપુર તાલુકાના ચૌદાપુર પાસે શુગર મિલ જવાના માર્ગ પર ટ્રક પુલ પરથી નીચે પડી હતી. ડ્રાઇવર હજુ પણ ગુમ છે અને અધિકારીઓને આશંકા છે કે તે ડૂબી ગયો હશે. સીપીઆઈ ચન્નૈયા હિરેમાર, પીએસઆઈ રાહુલ પાવડે સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ટ્રકને મુક્ત કરવા બચાવ કામગીરી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here