અલ્માટી: કઝાકિસ્તાન યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) માંથી 134.4 હજાર ટન ખાંડની આયાત કરવાની તૈયારીમાં છે, એમ વેપાર અને એકત્રિકરણ મંત્રાલયના રાશિદ ઝુરાબીકોવે જણાવ્યું હતું.
ઝુરાબીકોવે કહ્યું કે, કઝાકિસ્તાને 134.4 હજાર ટન વ્હાઇટ શુગર અને કાચી ખાંડનો ક્વોટા મંજૂર કર્યો છે. તેમના મતે, કઝાકિસ્તાન કાચા અને તૈયાર ખાંડ વચ્ચે આ ક્વોટાના વિતરણ કરવાનો અધિકાર ધરાવે છે, અને આ ક્વોટા 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
તમને જણાવી દઈએ કે, કઝાકિસ્તાન દેશે આગામી પાંચ વર્ષમાં 11.6 અબજ ડોલરના 380 રોકાણ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. કઝાકિસ્તાન ખાંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યું છે. 380 રોકાણ પ્રોજેક્ટમાં ખાંડના ઉત્પાદનમાં વધારો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.