ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં રોકાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, અને તેના કારણે રાજ્યમાં રોજગારીની નવી તકો પણ સર્જાઈ રહી છે. અદાણી ગ્રુપ ધુરીયાપરમાં સિમેન્ટ ફેક્ટરી સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કંપનીના પ્રતિનિધિઓને ત્રણ જગ્યાએ જમીન બતાવવામાં આવી છે. કંપનીને બે જગ્યા પસંદ આવી છે. આ જગ્યાઓ પૈકી એક ધુરિયાપર શુગર મિલની જૂની જગ્યા છે. મિલ સંકુલ ઉપરાંત અદાણી ગ્રૂપને બાજુની જમીન પણ જોઈએ છે.
શુગર મિલની જમીન સહકારી વિભાગની છે અને આ જમીન માટે ગીડા પ્રશાસને સહકારી વિભાગને પત્ર મોકલ્યો છે. ગીડાના સીઈઓ અનુજ મલિકે જણાવ્યું હતું કે, ધુરિયાપર શુગર મિલની જમીન માટે સહકારી વિભાગને પત્ર મોકલવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપને ધુરિયાપર શુગર મિલ પરિસર સહિત ત્રણ જગ્યાઓ બતાવવામાં આવી હતી.