મુંબઈ: દાલમિયા ભારત શુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે એક્સચેન્જોને માહિતી આપી હતી કે કંપનીએ 15 સપ્ટેમ્બરના રોજ FMCG પ્રોડક્ટ “દાલમિયા ઉત્સવ હની” લોન્ચ કરી છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે.
આ સમાચારને કારણે ગુરુવારે શેરબજારના પ્રારંભિક કારોબારમાં દાલમિયા ભારત શુગરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. દાલમિયા ભારત સુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે 1.94 ટકા એટલે કે 8.05 રૂપિયાના વધારા સાથે 422.00 પર બંધ થયું હતું.