ભારતમાં લોકડાઉંન બે સપ્તાહ લંબાવાયું: ગ્રીન ઝોનમાં મળશે રાહત

અંતે બે સપ્તાહ માટે ભારત સરકારે લોકડાઉં વધારી દેવાની જાહેરાત કરી દીધી છે. 3 મેં ના રોજ લોકડાઉંન પૂરું થવાનું હતું પરંતુ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં 4 મેં થી વધુ બે સપ્તાહ માટે લોકડાઉં વધારી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.હવે આ અલોકડાઉં 17 મેં સુધી લંબાવી દેવામાં આવી છે.

આ લોકડાઉનમાં ફરી એક વખત એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બે સપ્તાહ દરમિયાન કોઈ ટ્રેન,વિમાની સેવા કે બસ સેવા ચાલુ કરવામાં નહિ આવે.સ્કૂલ,કોલેજ અને શિક્ષણ સંસ્થા પણ 17 મેં સુધી ખોલી શકાશે નહિ.મોલ,સિનેમાઘર પણ ચાલુ કરી શકાશે નહિ.

જોકે આ લોકડાઉન માં ગ્રીન અને ગ્રીન ઝોનમાં આંશિક ચૂત આપવામાં આવી છે જેની વધુ સ્પષ્ટ ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવશે ગ્રીનઝોનમાં 50 % બસ સવારીને મંજૂરી આપવામાં આવશે. હાલ રેડ ઝોનમાં દિલ્હી,અમદાવાદ,હૈદરાબાદ,ચેન્નાઇ,બેંગ્લોર મુંબઈ અને કલકત્તા સહીત અનેક શહેરો હાલ રેડ ઝોન છે.આખા દેશની વાત કરીયે તો 130 જિલ્લા રેડ ઝોનમાં છે.284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે. અને 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે.

10 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષની ઉપરના લોકોને બહાર નીકળવાની મંજૂરી નહિ આપવામાં આવે.જોકે ઈ કોમર્સ બિઝનેસને ગ્રીન અને ઓરેન્જ ઝોનમાંમનજુરી આપવામાં આવી છે.

આ દરમિયાન 144ની કલમ આખા દેશમાં લાગુ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here