મધ્યપ્રદેશ: શુગર ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી

બડવાણી: મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાનસેમલ વિભાગના મેંદરાના ખાતે શુગર ફેક્ટરીમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. ત્રણ રાજ્યોના અગ્નિશામકોએ આગને કાબૂમાં લેવા માટે લગભગ છ કલાક સુધી જહેમત ઉઠાવી હતી. આગમાં ફેક્ટરીને નુકસાન થયું હોવાનું કહેવાય છે.

યુનિવાર્તામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, પાનસેમલ પોલીસ સ્ટેશનના પ્રભારી લખન સિંહ બઘેલે જણાવ્યું હતું કે સિંધવા ખેતિયા હાઈવે પર મેદરાણામાં દુર્ગા ખંડસારી ફેક્ટરીમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીના સંચાલકો દ્વારા આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ત્રણ રાજ્યોના અગ્નિશામકોએ આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. લગભગ છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગમાં ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here