મહારાષ્ટ્રના અહેમદનગરમાં શુગર મિલમાં ભીષણ આગના અહેવાલ છે. પ્રારંભિક માહિતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહમદનગરમાં શુગર મિલની ડિસ્ટિલરી યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી આગની જ્વાળા વધવા લાગી હતી. અહેવાલો અનુસાર, લગભગ 80 લોકો મિલ/ફેક્ટરી પરિસરમાં ફસાયા હોવાની આશંકા હતી. જોકે, મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આઠ લોકો ઘાયલ થયાના સમાચાર છે. ફેક્ટરીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવી હતી. લાંબા વિલંબ બાદ સવારે 10.40 કલાકે આગ પર કાબુ મેળવી શકાયો હતો.
ફર્સ્ટ ઈન્ડિયાના અહેવાલ મુજબ મિલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંગા માઈ શુગર મિલમાં લાગેલી ભીષણ આગથી મિલને મોટું નુકસાન થવાની ધારણા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોઈલરમાં વિસ્ફોટ થયો તે સમયે મિલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અંદાજે 80 લોકો ફસાયા હોવાનો અંદાજ છે. જોકે રેસ્ક્યુ દરમ્યાન મોટા ભાગના લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આગના કારણે થયેલ આર્થિક નુકસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી.