મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનો વાયરસના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને COVIDના ટાસ્ક ફોર્સને લોકડાઉનની તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય સરકારની COVID-19 ટાસ્ક ફોર્સની બેઠકમાં ઠાકરેએ કોરોના રોકવા માટે વહેલી તકે પગલા ભરવાની સૂચના આપી હતી.
બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન ઠાકરેને કહેવામાં આવ્યું હતું કે, કોવીડ કેસોની વધતી સંખ્યાને લીધે જલ્દીથી મહારાષ્ટ્રમાં કોવીડ -19 દર્દીઓ હોસ્પિટલોમાં પથારીની અછતનો સામનો કરી શકે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ ઠાકરેને માહિતી આપી હતી કે કોરોનાના વધતા મોતની સંખ્યા પણ ચિંતાજનક છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો માર્ગદર્શિકાને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને તેથી જ લોકડાઉન જેવા ગંભીર પગલા પર વિચાર કરવો જરૂરી છે.