ભારતના અનેક દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી રહ્યું છે ત્યારે દરેક રાજ્યોમાં સરકાર એલર્ટ પર આવી ગઈ છે. ભારત હવામાન વિભાગે આ અંગેની માહિતી જારી કરી છે અને ચક્રવાત અંગે ચેતવણી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે ચક્રવાત વિશે મોટી ચેતવણી આપતા કહ્યું છે કે, 17 મેના રોજ ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તે જ સમયે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને મળ્યા બાદ આદેશ જારી કર્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તીવ્ર ચક્રવાતને જોતા અધિકારીઓ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં નજીક સચેત અને સજ્જ રહેવા આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના સીએમઓ દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટમાં આ માહિતી આપવામાં આવી છે. સીએમઓ કરેલા આ ટ્વિટમાં જણાવ્યું હતું કે તોફાન ચક્રવાતના સંબંધમાં એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા વહીવટ, વિભાગ કમિશનર અને જિલ્લા કલેકટરોને ખાસ કરીને પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં આવેલા કાંઠા વિસ્તારોમાં ચક્રવાત માટે તૈયાર રહેવા અને જાગૃત રહેવાની સૂચના આપી છે.