પુણે: મહારાષ્ટ્રમાં ક્રશિંગ સીઝન અંતિમ તબક્કે પહોંચી ગઈ છે.16 મે 2021 સુધી રાજ્યમાં 186 સુગર મિલો બંધ કરાઈ છે. હવે માત્ર 04 સુગર મિલો દ્વારા પીલાણ કામગીરી હજુ પણ ચાલુ છે.
શુગર કમિશનરેટે જાહેર કરેલા આંકડા મુજબ 16 મે 2021 સુધીમાં પિલાણની સિઝનમાં 190 ખાંડ મિલોએ ભાગ લીધો હતો. રાજ્યમાં 1012.00 લાખ ટન શેરડી પીસવાથી 1062.11 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. રાજ્યમાં ખાંડની સરેરાશ રીકવરી 10.50 ટકા છે.
શુગર કમિશનરેટે જાહેર કરેલા અહેવાલ મુજબ, સોલાપુર વિભાગમાં 43 ખાંડ મિલો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોલ્હાપુર વિભાગની 37 ખાંડ મિલો બંધ કરાઈ છે. નાંદેડ વિભાગમાં 26 ખાંડ મિલો બંધ છે. પુણે વિભાગે 31 મિલો બંધ કરી દીધી છે. જ્યારે અહમદનગર માં 25 શુગર મિલો, ઓરંગાબાદની 19 શુગર મિલો અને અમરાવતીની 2 મિલો બંધ થઈ ગઈ છે. નાગપુરમાં ત્રણ શુગર મિલો પણ બંધ થઈ ગઈ છે.