મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે; આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ

મુંબઈઃ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ સત્તાની રચનાને લઈને ચાલી રહેલો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે મળેલી ભાજપની બેઠકમાં આ પ્રસ્તાવ લેવામાં આવ્યો હતો. ભાજપના અનેક નેતાઓએ તેમના નામનું સમર્થન કર્યું છે. રાજ્યમાં ફરી એકવાર મહા ગઠબંધન સરકાર સત્તામાં આવશે. આ નવી સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હશે. કેન્દ્રીય નિરીક્ષક આજે મુખ્યમંત્રી પદની ચર્ચા કરવા મુંબઈ આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી સાથેની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી હતી. વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યારે બાકીના ધારાસભ્યોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

આવતીકાલે સાંજે 5:30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના અનેક મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજિત પવારનું .નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કોણ કોણ મંત્રી તરીકે શપથ લેશે તે સાંજ સુધીમાં ફાઇનલ થઇ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here