કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે આજથી 31 માર્ચ સુધી 16 હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લગાવી દીધું છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિશન બીગન અગેન હેઠળ આપવામાં આવેલ છૂટછાટ મુજબ હોટસ્પોટ્સની બહારના વિસ્તારોમાં પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
દરમિયાન, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8,744 નવા COVID-19 કેસ સામે આવ્યા છે જયારે 9,068 દર્દીઓ રિકવર થયા છે. 22 મૃત્યુ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સોમવારે માહિતી આપી હતી.
નાસિક શહેર, માલેગાંવ અને જ્યાં ચેપનું પ્રમાણ વધુ છે ત્યાં શાળા-કોલેજો અને કોચિંગના વર્ગ બંધ કરવામાં આવ્યા છે. જો કે, અગાઉ નિર્ધારિત યુપીએસસી અને એમપીએસસી પરીક્ષાઓ તેમના શેડ્યૂલ મુજબ લેવામાં આવશે.
નાસિકમાં છેલ્લા આઠ દિવસોમાં 3,725 નવા કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે, સોમવારે અહીં કોરોનાના 644 કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એક લાખ 31 હજાર 990 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. તે જ સમયે, થાણેની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી અહીં દરરોજ સરેરાશ 700 થી 800 કેસ નોંધાય છે. અત્યાર સુધીમાં બે લાખ 86 હજાર 351 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22,28,471 કેસ COVID-19 છે, જેમાંથી 97,637 સક્રિય કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ -19 ને કારણે અત્યાર સુધીમાં કુલ 52,500 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં 9,068 વધુ રિકવરી સાથે, વાયરસમાંથી 20,77,112 જેટલા કેસ સજા થયા છે.