મહારાષ્ટ્રમાં ખાંડની નવી સીઝન શરુ થવાને હવે માંડ એક મહિના જેટલો સમય બાકી રહ્યો મહારાષ્ટ્રમાં ખાંડ મિલોને હજુ પણ 437 કરોડ રૂપિયા શેરડીના ખેડૂતોને ચૂકવવાના બાકી છે.
મહારાષ્ટ્ર રાજ્યના સુગર કમિશ્નર સંભાજી કડુ પાટીલે જણવ્યું હતું આ બાબતમાં કડક વલણ અપનાવાના છીએ અને જે મિલો ડિફોલ્ટર સાબિત થશે તેઓને રાજ્ય રેવેન્યુ રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે અને કડક હાથે કામ લેવામાં આવશે.અને જો એવું થશે તો જે સ્ટોક પડ્યો હશે તે અને ફેક્ટરી ઉપર પણ સરકારનો કંટ્રોલ રહેશે.
જોકે પાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય શેરડીના દેવાપાત્ર રકમ દેશની કુલ રકમના માત્ર 5% જ છે જયારે ઉત્તર પ્રદેશ કે દેશનું સૌથી મોટું શેરડીનું ઉદ્ઘાટન રાજ્ય છે ત્યાં સૌથી વધુ રકમ ચુકવવાની બાકી છે.
છેલ્લા કેટલાક સમયથી ખાંડ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે અને ભારતના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતા પણ વધારે છે ત્યારે એક્સપોર્ટ પણ ઠપ્પ થઇ ગયું છે.સરકારે 7000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને 29 રૂપિયા મિનીમાં સપોર્ટ પ્રાઈઝ પણ નક્કી કરી છે પણ તે ઘણી ઓછી હોવાનું હાલ બતાવામાં આવી રહ્યું છે.પણ તેમ છતાં આ પેકેજને કારણે ખાંડની મિલોને જે એરીયર્સ ચુકવણું બાકી હતું તે ચુકવવામાં મદદ મળી છે તેમ સુગર કમિશ્નર સંભાજી કડુ પાટીલે જણવ્યું હતું.
જોકે ISMA માને છે કે જે રીતે ચાલુ વર્ષમાં ખાંડનું પ્રોજેક્શન કરવામાં આવી રહ્યું છે અને તેમાં 8 થી10% નો વધારો થવાના એંધાણ છે અને કુલ ઉત્પાદન પણ 322 મિલિયન મેટ્રિક ટન થી વધીને 355 મિલિયન મેટ્રિક ટન થવા જઈ રહ્યું છે ત્યારે તે ફરી એક વખત ખાંડ મિલ અને ખેડૂતોને ચિંતા જરૂર કરાવી રહ્યું છે.
આવી પરિસ્થિતિમાં સરકારે પણ ખાંડનું વધારે એક્સપોર્ટ કેમ થાય તેની રંણનીતિ બનાવી પડશે.