મહારાષ્ટ્રમાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે અહીંની સુગર મિલોની તકલીફ પણ વધી છે અને હવે મિલને કોરોનાવાયરસને કારણે તકલીફમાં વધારો થયો છે.વર્તમાન સમયમાં મિલો ઊંડા નાણાકીય સંકટ હેઠળ આવી ગઈ છે.
હાલ મિલો ખાંડ અને બાય-પ્રોડક્ટ વેચીને આવક પેદા કરે છે, પરંતુ કોરોનાવાયરસ રોકવા માટે લોકડાઉનને કારણે દેશભરમાં ખાંડનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટી જવા પામ્યું છે.આર્થિક અછતનો સામનો કરવા છતાં, મિલો શેરડીનો બાકી નાણાં ખેડૂતોનેચૂકવી દેવાનો પ્રયાસ કરી રહી છે. સકલ અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રની 86 સુગર મિલોએ શેરડીનો 100 ટકા હિસ્સો ચૂકવી દીધો છે. ચાલુ સીઝનમાં, 146 મીલોએ શેરડી પીલાણની કામગીરીમાં ભાગ લીધો હતો.
જોકે હાલ તો લોકડાઉન વચ્ચે મિલો ખાંડ વેચવામાં અસમર્થ છે, જેના કારણે ખાંડનો સ્ટોક ગોડાઉનમાં પડ્ય રહ્યો છે અને ભરાવો પણ થઇ ગયો છે. કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, બેકરીઓ અને સ્વીટ શોપ જેવા ઉદ્યોગો લોકડાઉનને કારણે બંધ હોવાથી ખાંડની માંગ ઓછી થઈ છે. સુગર મિલો એક પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. ગત વર્ષે જેટલા વેચાણ થયા હતા તેના કરતા માર્ચ અને એપ્રિલ, 2020 માં ખાંડનું વેચાણ લગભગ 10 લાખ ટન જેટલું ઓછું હતું.