મુંબઈ:
મહારાષ્ટ્રમાં કાર્યરત વિવિધ માર્કેટિંગ યાર્ડના સંચાલકો રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની પેરવી કરી રહ્યા છે.તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એવો કાયદો બનાવ્યો છે કે જો કોઈ વેપારી ખેડૂતો પાસેથી લઘુતમ સપોર્ટ ભાવથી નીચેનાં દરે ખરીદશે તો જેલની જોગવાઈ પણ હવે કરવાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોલાપુર, અકોલા, લાતુર અને અમરાવતી જેવા કેટલાક શહેરોમાં વેપારીઓ ‘તુર’, ‘સોયાબીન’ અને ઓઇલ બીજ જેવા કઠોળમાં કામ કરતા ખેડૂતો પાસેથી કૃષિ પેદાશોની ખરીદી બંધ કરવાની યોજના ઘડી રહ્યા છે. કારણ કે ત્યાં મિનિમમ સપોર્ટ પ્રાઈઝથી પણ ભાવ નીચા જોવા મળી રહ્યા છે
“કોઈ વેપારી એમએસપી નીચે ભાવથી ખરીદી કરીને જેલમાં જવાનું જોખમ નહિ લે અને તે વાત સ્વાભાવિક પણ છે પણ જયારે સ્ટોક સરપ્લસ જ હોઈ ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવ નીચે જવાના છે” તેમ નવી મુંબઈ એપીએમસીના વેપારી ચેતન વૈષ્ણવે જણાવ્યું હતું.
સપ્તાહની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ આ અઠવાડિયે કૃષિ પેદાશો ખરીદવાના જો કોઈ વેપારી દોષિત થશે તો તેને એક વર્ષની જેલની સજા ઉપરાંત રૂ .50,000 નો દંડ પણ થશે.
મહારાષ્ટ્ર સરકારે બનાવેલો આ કાયદા માત્ર માર્કેટિંગ યાર્ડની બોડીને જ નહિ પણ રાજ્યના કોઈપણ લોકેશન પર વેપારી મિનિમમ સપોર્ટ પ્રાઇસથી નીચે ખરીદશે તો પણ તેમને સજા થશે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, 1 9 63 માં સુધારાને પણ આ નિર્ણય બાદ મંજૂરી આપી છે.
એવા રિપોર્ટ્સ પણ બહાર આવી રહ્યા છે કે તુર જેવી કેટલીક ચીજવસ્તુઓ કે જેની સરકાર દ્વારા ઘોષિત મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ક્વિંટલ દીઠ રૂ. 5675 ની છે અને માત્ર 3700 રૂપિયા ભાવથી વેંચવામાં આવી રહી છે.
હાલમાં 16 પાક, મુખ્યત્વે અનાજ, કઠોળ અને કેટલાક રોકડ પાક એમએસપી યોજના હેઠળ આવે છે