ખાંડની નવી સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે ચાલુ વર્ષમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારે શેરડીના ખેડૂતો અને ખાંડ મિલ માલિકો માટે રાહતના ઘણા નિર્ણય લીધા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે એક વધુ નિર્ણય ખાંડ મિલોની તરફેણમાં લીધો છે.રાજ્યમાં નિષ્ક્રિય એવી 40 જેટલી ખાંડ મિલોને ફરી શરુ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે જેથી કરીને એક સાઇકલ ફરતી રહે.
મહારાષ્ટ્ર સરકારે આવી છેલ્લા 3 વર્ષથી બંધ પડેલી અને નિષ્ક્રિય એવી ખાંડ મિલો માટે એક રીવાઈવલ પોલિસી બનાવી છે અને તેના ભાગ રૂપે આ મિલોને ફરી ચાલુ કરવા માટે હવે સરકાર મદદ કરશે અને આ મિલો ફરી ચાલુ થાય તેવા પ્રયત્ન સરકારે હાથ ધર્યા છે.
મહારાષ્ટ્ર સરકાર હાલ એ તમામ પ્રયત્ન પણ હાથ ઉપર લઇ રહી છે જેમાં ચીનમાં 15000 ટન કાચી ખાંડ નિકાસ કરવાનો ટાર્ગેટ હાંસલ કરી શકાય.તાજેતરમાં ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન અને ચાઈનીઝ સરકારી સંચાલિત કંપની કોફકો સાથે ભારતથી ખાંડ ચીન મોકલવાના કરાર થયા હતા.
કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય દ્વારા તાજેતરમાં ચીન ખાતે 2 મિલિયન મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવાના કરાર થયા હતા જેમાં ભારત બાસમતી સિવાયના ચોખા બાદ ખાંડની હવે નિકાસ ચીન ખાતે કરવામાં આવશે.હાલ ભારત ચીનમાં 33 બિલિયન ડોલરનો માલ નિકાસ કરે છે પણ તેની સામે 76.2 મિલિયન ડોલરનો ઈમ્પોર્ટ કરે છે ત્યારે ખાંડની નિકાસને કારણે ભારતને આ વધારાનો ફાયદો થશે.
હાલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ભારતની 32 મિલિયન ટન ખાંડના ઉત્પાદનમાંથી 70 % ખાંડ આ અબે રાજ્યોમાં બને છે જયારે દેશની કુલ મીલોમાંથી 45% મિલો આ બે રાજ્યો ધરાવે છે.જોકે મહારાષ્ટ્રની મિલો તકલીફમાં છે અને તેનું એક કારણ વધુ પાક પણ હોવાનું મનાઈ છે અને ખેડૂતોને હજુ 600 કરોડ ચૂકવવાના બાકી હોવાના રિપોર્ટ પણ છે.
પરંતુ હવે મહારાષ્ટનું ટેક્સટાઇલ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કેન્દ્રના 2005ના નિયમ મુજબ મિલોને મદદ કરવા તૈયાર થયું છે. જેમાં ખાસ કરીને ત્રણ વર્ષથી બંધ પડેલી મિલોને પ્રાધાન્ય અપાશે.આમાટે પ્રિન્સિપાલ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવામાં આવી છે જે નક્કી કરશે કઈ મિલોને નાણાકીય મદદની જરૂર છે.
મિલરો દ્વારા પણ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને અને રિવાઇવલ પોલિસીની આવકારવામાં આવી છે પણ સાથોસાથ સૌથી વધુ ખરાબ હાલતમાં રહેલી મિલોને પ્રાયોરિટી આપવાની વાત પણ ઉચ્ચારી છે.વેસ્ટ ઇન્ડિયા સુગર એસોસિયેશનના પ્રમુખ વી બી થોમ્બ્રેએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં માંદી મિલોને મદદ કરવામાં મિસમેનેજમેન્ટ જોવા મળ્યું હતું ત્યારે સરકારે પણ એક પ્લાન બનાવીને જેને ખરેખર જરૂર છે તેને મદદ પહોંચે તે જરૂરી છે.મહારાષ્ટ્ર સરકાર જો આ વખતે આ નિર્ણય સચ્ચાઈ દિશામાં લેશે તો ખાંડ ઉદ્યોગ માટે સારી નિશાની છે.