મુંબઈ: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં એક શુગર ફેક્ટરીમાં ટાંકી વિસ્ફોટ થવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા અને એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે બપોરે અહીંથી લગભગ 390 કિલોમીટર દૂર આવેલા પરતુરમાં બગેહસ્વરી શુગર ફેક્ટરીમાં બની હતી.
“ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. પીડિતોની ઓળખ સિંદખેદરાજાના 56 વર્ષીય અશોક તેજરાવ દેશમુખ અને પરતુરના 42 વર્ષીય અપ્પાસાહેબ શંકર પારખે તરીકે થઈ છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે,” અધિકારીએ જણાવ્યું હતું.
પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અકસ્માત મોતનો કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.