લોકડાઉન અને મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સનાખ્ય ઘણી જ વધારે હોવા છતાં એક સારી બાબત એ છે કે મહારાષ્ટ્રની સુગર મિલોએ આવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને પોતાની શેરડીના નાણાં ચૂકવી રહી છે સરપ્લસ ખાંડના ઢગલા અને લોકડાઉનને કારણે અટકેલા વેચાણ છતાં મહારાષ્ટ્રની સુગર મિલો ખેડૂતોના શેરડી ચૂકવવાનો સનિષ્ઠ પ્રયાસ કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રની સુગર મિલોએ અત્યાર સુધીમાં 95 ટકા એફઆરપી ચૂકવવાની વ્યવસ્થા કરી છે. 2019-2020 પિલાણની સીઝનમાં, મિલોએ ખેડૂતો પાસેથી 549.98 લાખ ટન શેરડીની ખરીદી કરી હતી. 15 મે સુધી, વાજબી અને મહેનતાણું (એફઆરપી) કિંમત 13,121.69 કરોડ છે, જેમાંથી 12,548.30 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
હાલ સમ્રગ દેશના તમામ ઉદ્યોગ કટોકટી અને સંકટમાં છે અને તેમાં પણ ખાંડ ઉદ્યોગને બમણો માર પડ્યો છે.કારણ કે હાલ ઠંડાપીણા આઈસ્ક્રીમ અને મીઠાઈનું વેચાણ પણ બંધ જોવા મળી રહ્યું છે. જેને કારણે ખાંડનો ઉપાડ થતો નથી. સરપ્લસ ખાંડની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે, મિલોને હવે શેરડીમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવી રહ્યું છે. કોરોના સંકટથી સુગર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે, પરંતુ આ પરિસ્થિતિ હોવા છતાં પણ સુગર મિલો શેરડીના પિલાણનો સામનો કરી રહી છે અને હવે મહારાષ્ટ્રમાં શેરડીનું પિલાણ લગભગ સમાપ્ત થઈ ગયું છે.
સુગર લોબીની સંસ્થા ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) ના અનુસાર, મહારાષ્ટ્રમાં, 15 મે 2020 સુધીમાં 60.87 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે અગાઉના વર્ષ 2018-19ના સીઝનમાં ઉત્પાદિત 107.15 લાખ ટન કરતાં 46.3 લાખ ટન જેટલું ઓછું છે. વર્તમાન પીલાણ સિઝનમાં, રાજ્યમાં 145 મીલોએ પોતાની પીલાણ કામગીરી બંધ કરી દીધી છે અને માત્ર 1 સુગર મિલ કાર્યરત છે.
આ સીઝનમાં કુલ 146 સુગર મિલોએ શેરડીના પિલાણમાં ભાગ લીધો હતો. આ સિઝનમાં રાજ્યની સુગર મિલોને દુષ્કાળ અને પૂરનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે.