મંદીના માર વચ્ચે છેલ્લા બે વર્ષથી મોદી સરકાર સામે નિશાન સાધવામાં આવી રહ્યા છે ત્યારે iમોદી સરકાર માટે અર્થતંત્રના મોરચા પર રાહતભર્યા સમાચાર આવ્યા છે. દેશમાં મેન્યુફેકચરિંગ સેક્ટરની એક્ટિવિટી જાન્યુઆરીમાં અંદાજે 8 વર્ષની ઉપલી સપાટી પર પહોંચી ગઇ છે. સર્વેમાં કહ્યું છે કે ડિમાન્ડ કંડીશન્સ શ્રેષ્ઠ હોવાથી નવા બિઝનેસ ઑર્ડર્સમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. તેના લીધે પ્રોડક્શન અને હાયરિંગ એક્ટિવિટીઝ વધી છે.
આમતો કેટલાક એક્સપર્ટ દ્વારા આવનરા દિવસોમાં સારા વરસાદને કારણે સુધારાની આશા વ્યકત કરવામાંઆવી રહી હતી અને હવે આવનારા થોડાંક મહિનામાં અર્થતંત્રમાં ધીમે-ધીમે સુધારો જોવા મળશે .માંગ વધવાના લીધે જાન્યુઆરી મહિનામાં વેપાર, ઉત્પાદન, નિકાસ અને રોજગારની તક વધી છે.ઇનપુટ કોસ્ટ અને આઉટપુટ ચાર્જમાં પણ થોડોક વધારો જોવા મળ્યો છે. નિક્કેઇ મેન્યુફેકચરિંગ પર્ચેજિંગ મેનેજર્સ ઇંડેક્સ ડિસેમ્બરમાં 52.7ના મુકાબલે જાન્યુઆરીમાં વધારીને 55.3 સુધી પહોંચી ગયો છે, આ 8 વર્ષમાં સૌથી વધુ છે. સતત 30મા મહિનામાં મેન્યુફેકચરિંગ PMI 50 પોઇન્ટની ઉપર છે. આ સમાચારને માર્કેટમાં પણ કારણે જોવા મળ્યો હતો અને તેને કારણે બજેટના નબળા પ્રતિસાદ બાદ પણ બજાર આજે ઊંચક્યું હતું
આમતો PMIમાં 50 અંકથી ઉપરનો મતલબ વિસ્તારથી થાય છે જ્યારે તેનાથી ઓછા અંક અર્થતંત્ર પર દબાણને દર્શાવે છે. માંગ વધવાના લીધે નવા બિઝનેસમાં પણ તેજી જોવા મળી છે. નવેમ્બર 2018ની તુલના બાદ એક્પોર્ટમાં ભારે ઉછાળાના લીધે વેચાણ વધ્યું છે. આ બધાની વચ્ચે જાન્યુઆરીના મહિનામાં નોકરીઓના ફ્રન્ટ પર પણ સારા સમાચાર આવ્યા છે અને હાયરિંગ એક્ટિવિટી છેલ્લાં સાડા વર્ષની ઉપલી સપાટી પર છે. નવા બિઝનેસમાં વધારો અને ભવિષ્યના પ્રોજેક્ટના લીધે નોકરીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.છે. ખેડૂતો માટે બજેટમાં કંઈ નવું નથી. સરકારે માત્ર yયાલી કseસરી રસોઇ કરી છે.