શુક્રવારે માર્કેટ ક્રેશ થયા બાદ રીતે 5000 પોઇન્ટની રિકવરી આવી હતી ત્યારે થોડી આશા હતી કે સોમવારે માર્કેટ સારું ખુલશે પણ આ આશા ઠગારી નીવડી હતી અને માર્કેટમાં શરૂઆતમાં જ મોટા કડાકા જોવા મળ્યા હતા.કોરોના વાયરસના કારણે ગત સપ્તાહે માર્કેટમાં જબરદસ્ત કોહરામ જોવા મળ્યા બાદ આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે પણ ભારતીય માર્કેટમાં વેચવાલી જ જોવા મળી હતી. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 34,103.48ની સામે આજે 33,103.24 નજીક ખુલી હતીત્યાં સુધી 1485 પોઈન્ટ અથવા 4.48 ટકા પટકાઈને 32,575 નજીક કારોબાર કરી રહ્યો છે. જે પાછળથી ઘટીને 32100 સુધી ગયો હતો.
જ્યારે નિફ્ટીમાં 578 અંક અથવા 5.48 ટકા ગગડીને 9,383 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 1105 પોઈન્ટના કડાકા સાથે ખુલી હાલ 1,906 પોઈન્ટ અથવા 7 ટકા ગગડીને 23,359 નજીક ટ્રેડ કરી રહ્યો છે. આજે મોટાભાગે સેક્ટર્સમાં મંદ વલણ જોવા મળી રહ્યું છે.
બીએસઈ પર ઓટો ઈન્ડેક્સ 4.23 ટકા, મેટલ ઈન્ડેક્સ 5.97 ટકા, આઈટી ઈન્ડેક્સ 3.93 ટકા જ્યારે રિયલિટી ઈન્ડેક્સ 5.79 ટકા પડકાઈને કારોબાર કરી રહ્યા છે. જ્યારે બીસઈએ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.69 ટકા અને 5.15 ટકા પટકાઈને કારોબાર કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા ગત શુક્રવારે શેર બજારમાં ‘બ્લેક ફ્રાઇડે’ જોવા મળ્યું હતું. કોરોના વાયરસના કારણે વિશ્વભરના રોકાણકારોમાં ભયનો માહોલ છે જેના કારણે માર્કેટમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે.