શેરબજારમાં દિવસની શરૂઆતમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −32.91 અંક એટલે કે 0.081% ટકા ઘટીને 40,769.26 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −17.90 પોઈન્ટના ઘટાડા સાથે 12,030.30 પર ટ્રેડ થઇ રહી છે.
મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 5 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.70 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.65 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આજે બેન્ક નિફટીમાં પણ નબળાઈ જોવા મળી હતી અને અને યસ બેન્કનો શેર ફ્યુચરમાં ફરી 60 રૂપિયાની નીચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.નિફટીમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે સેન્સેક્સમાં 100 પોઇન્ટ એન્ડ નિફટીમાં 33 પોઈન્ટનો ઘટાડો આજે જોવા મળ્યો હતો જોકે એફએમસીજી પ્રોડક્ટમાં થોડી ખરીદારી જોવા મળી હતી.ફાર્મ શેરમો પણ થોડી તેજી જોવા મળતી હતી તો બીજી બાજુ ટાઇટન જેવા શેરોમાં પણ તેજી જોવા મળી હતી