ગ્લોબલ માર્કેટમાંથી મળતા નબળા સંકેતોને પગલે આજે ભારતીય શેર બજારમાં શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. કારોબારની શરૂઆતમાં સેન્સેકસ નજીવા વધારા સાથે ખુલી હતી સેન્સેક્સ 250 પોઈન્ટના ઘટાડા સાથે 40,879 નજીક જ્યારે નિફ્ટી 60.05 અંક એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે 12,090 નજીક ટ્રેડ કરી રહ્યા છે.
ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકા જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.44 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જોકે બેંકિંગ શેરોમાં આજે નરમાઈ જોવા મળી રહી છે અને ઇન્ડેક્સ ઘટીને ખુલ્યા બાદ 0.43 ટકાના ઘટાડા સાથે 31,978 નજીક ટ્રેડ કરી રહ્યો છે. અન્ય સેક્ટર્સની વાત કરીએ તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.15 ટકા, આઈટી ઇન્ડેક્સ 0.10 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
મોટાભાગના શેરોમાં આજે નરમાઇ જોવા મળી હતી.ફાર્મા શેરોમાં પણ થોડી નરમાઇ જોવા મળી હતી જયારે સતત રેલી બાદ બેન્ક નિફટીમાં પણ નરમાઇ જોવા મળી હતી