બજેટ બાદ ગયા સપ્તાહ દરમિયાન બજારમાં ભારે તેજી જોવા મળ્યા બાદ આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં વેચવાલીએ જોર પકડાતા નિફટી અને સેન્સેક્સમાં ગિરાવટ જોવા મળી હતી. ચીનમાં કોરોનવાઈરસ ની અસર હજુ પણ વિસ્તૃત છે ત્યારે એક ઈમ્પૅક્ટ બજાર પર જોવા મળી રહી છે
અત્યારે 10:15 વાગ્યે સેન્સેક્સ 40900 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે એટલે કે 225 પોંઇટનો કડાકો સેન્સેકસમા જોવા મળી રહ્યો છે જયારે આજ સમયે નિફટી 12-24 પર તરડ કરી રહ્યો છે એટલે 74 પોઈન્ટનો ઘટાડો અહીં પણ જોવા મળી રહ્યો છે
નબળા સાન્ક્વેટા વચ્ચે આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. જેને કારણે ઘણી કંપનીઓના શેરમાં આજે નીચલું ધોરણ જોવા મળી રહ્યું છે.
બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.40 ટકા ઘટાડાની સાથે 31077.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
ખાસ કરીને જે શેરોમાં વેચવાલી જોવા મળી છે તેમાં ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ઝિ એન્ટરટેનમેન્ટ, વેદાંતા, ટાટા મોટર્સ, ઓએનજીસી અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટ્યા છે